આ મારી પેહલી પોસ્ટ છે. આશા રાખું છું કે તમને પસંદ આવશે.
હું અત્યારે અમેરિકા માં છું અને ઘરે call કરવા airtellcallhome નો ઉપયોગ કરું છું. મારો એક મિત્ર UK માં છે, તો મેં ઈની સાથે વાત કરવા માટે ૪૫ USD વાળો એક પ્લાન recharge કરાવ્યો. અને મેં જયારે એને call કર્યો તો મને એવો message આયો કે “I can not make call to this destination”. મેં કીધું આ સુ માંડ્યું છે? આવી તે કઈ service હોતી હશે?
એટલે મેં Customer Care માં call કર્યો, તો મને કેહ કે સાહેબ તમે 044788 થી સારું થતા નુંમ્બેર પર call ના કરી શકો, મેઈન કારણ પૂછ્યું તો કેહ કે “મને ખબર નથી”
છેવટે મેં પૈસા પાછા માંગ્યા તો એમાં બી આનાકાની, થોડી રકજક પછી મને એ લોકો એ refund આપ્યું.
આ તો એક ગુજરાતી તરીકે તમને ચેતવું છું કે તમે એવો message સાંભળો કે “you can not make call to this destination” તો તરત જ customer care નો સંપર્ક કરજો.
આ તો પાશેરા માં પૂણી હતી, આવા કેટલાય blocked area હશે airtel ના. જો તમને બી બીજા કોઈ area ખબર હોય તો મહેરબાની કરી ને અહીંયા નીચે Comment માં લખજો જેથી બીજા બધા ને ખબર પડે.
ત્યાં સુધી જલસા કરજો ને કરાવજો.
-ઝમકુડી